મોરબી ઓરપેટ ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડીયાનું દુખદ અવસાન, સાંજે સ્મશાનયાત્રા

 

મોરબી : મોરબીના જાણીતા ઓરપેટ ગ્રુપના અગ્રણી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું દુખદ અવસાન થયું છે સદગતની સ્મશાનયાત્રા તા. ૨૦-૧૦-૨૦૨૬ ને મંગળવારના રોજ સાંજે ૫ કલાકે નિવાસસ્થાન રેવા પેલેસ, શનાળા રોડ મોરબીથી નીકળશે અને ચાચાપર સ્મશાન જશે અગ્રણી ઉદ્યોગપતિના અવસાનથી મોરબી ઉદ્યોગ જગતમાં શોકની લાગણી છવાઈ છે

 

સ્વ. ઓ આર પટેલે વર્ષ ૧૯૭૧ માં દીવાલ ઘડિયાળ બનાવતી કંપનીમાં ભાગીદાર બન્યા અને વર્ષ ૧૯૭૫ માં પ્રવીણભાઈ પટેલ ૧૯ વર્ષની ઉમરે વ્યવસાયમાં જોડાયા હતા સમય જતા મોરબીને ઘડિયાળ નગરી તરીકેની ઓળખ અપાવવામાં અજંતા ઓરપેટ અને ઓરેવા ગ્રુપનું નામ મોખરે લેવામાં આવે છે પ્રવીણભાઈ ભાલોડીયાએ ઓરપેટ ગ્રુપની સ્થાપના કરી હતી અને શરૂઆતમાં ઘડિયાળ બનાવતી કંપની આજે ઇલેક્ટ્રોનીક્સ, હોમ એમ્પ્લાય્ન્સીસ સહિતના ઉદ્યોગમાં કાર્ય કરી રહી છે અજંતા-ઓરપેટ ગ્રુપ મહિલા રોજગારી આપવામાં મોખરે છે અને મહિલા રોજગારલક્ષી ઉદ્યોગને કારણે પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી છે

 

Leave A Reply

Your email address will not be published.