


મોરબી શહેરમાં ચાલી રહેલા વિવિધ સ્થળે કામગીરીની મ્યુનીસીપલ કમિશ્નરે જાતે વિઝીટ કરી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણીએ આજે મોરબીમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી નવનિર્મિત સુરજ બાગની મુલાકાત લીધી હતી જ્યાં બે નવા સાધનો આવી જતા તેને યોગ્ય સ્થાને લગાવી લોકોને ઉપયોગી બને તે માટે સુચના આપી હતી શંકર આશ્રમની મુલાકાત લીધી હતી તેમજ સાવરની પાળમાં તાજેતરમાં મેગા ડીમોલીશન પૂર્ણ કરવામાં આવ્યું છે જે સ્થળની મુલાકાત લઈને ફેન્સીંગ માપણી કરાવી હતી ડીમોલીશન કરેલ તમામ સ્થળને ફેન્સીંગથી સુરક્ષિત કરવામાં આવશે જેથી ફરીથી દબાણો ના કરી સકાય તે ઉપરાંત મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ (જુના પુલ) પર ફેન્સીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે




