

મોરબીનો રહેવાસી યુવાન સરતાનપર રોડ પરથી બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મી હતી જે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના કુબેરનગરમાં ગાયત્રીનગર શેરી નં ૪ માં રહેતા મયુરસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ ટ્રક જીજે ૧૦ એક્સ ૫૭૨૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ કુલદીપસિંહ બાઈક જીજે ૩૬ એએસ ૩૭૨૮ લઈને સરતાનપર રોડ પર મીલેનીયમ સિરામિક પાસેથી જતો હતો ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી કુલદીપસિંહના બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં માથામાં અને બંને હાથમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયુ હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે