



ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી ૨ ડેમમાંથી ચેકડેમો ભરવા માટે આજે પાણી છોડવામાં આવ્યું હતું ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવ્યો છે અને ૫૧૪ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આજે સવારે ૧૦ કલાકે ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે
ડેમનો દરવાજો ખોલવામાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ-ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયા તાલુકાના માવનું ગામ એમ કુલ ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે