



મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અપહરણ કરી ભગાડી ગયા બાદ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫ હજાર દંડ ફટકાર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૦-૧૦-૨૦૨૦ ના રોજ આરોપી ફરિયાદીની સગીર વયની ૧૭ વર્ષની સગીર દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને વારંવાર શરીર સંબંધ બાંધી જાતીય હુમલો કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો જે કેસ સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ મોરબી એન ડી કારીઆએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૯ મૌખિક પુરાવા અને ૧૯ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા
જેને ધ્યાને લઈને સ્પે. જજ પોક્સો કોર્ટે આરોપી સંજય રાણાભાઇ સોલંકીને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે આરોપી સંજય સોલંકીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ (૨) (જે) તથા પોક્સો એક્ટની કલમ ૩,૪,૧૮ મુજબના ગુનામાં કસુરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫,૦૦૦ દંડ ફટકાર્યો છે આરોપી હાલ ગુનાના કામે જામીન પર મુક્ત હોય અગાઉ કાચા કામના કેદી તરીકે ભોગવેલ સજા મજરે આપવી તેવો હુકમ કરવામાં આવ્યો છે