



ટંકારાના નેકનામ પડધરી રોડ પર બંધ બોડીની ટ્રકમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જે ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન અગાઉ ટંકારાના નેકનામ પડધરી રોડ પર બંધ બોડીની ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો જે ગુનામાં અલગ અલગ ૧૨ આરોપીને અટક કરવામાં આવ્યા હતા દારૂના ગુનામાં આરોપી રતાભાઈ ખોડાભાઈ રાતડીયા રહે રાજકોટ રામાપીર ચોકડી રૈયાધાર મૂળ સામ્પર (માધાપર) તા. જોડિયા વાળો નાસતો ફરતો હતો જે આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે