હળવદના સરા રોડ પર પૈસાની લેતીદેતી મામલે બે ઇસમોએ વૃદ્ધને માર મારી ધમકી આપી

 

સરા રોડ પર ૬૭ વર્ષના વૃદ્ધને દીકરા સાથે પૈસાની લેતીદેતી મામલે બે ઇસમોએ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ સરા રોડ હરીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસી દેવજીભાઈ પરષોતમભાઈ લોરિયા (ઉ.વ.૬૭) નામના વૃદ્ધે આરોપીઓ દલીચંદ લોરિયા અને મનીષ લોરિયા રહે બંને અવધ સોસાયટી હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દેવજીભાઈ સરા રોડ પર ઉભા હતા ત્યારે બંને આરોપીઓ બાઈક લઈને નીકળ્યા અને દેવજીભાઈને જોઈ જતા ફરિયાદીને પકડીને કહ્યું તમારા દીકરા જયેશને કારણે અમારી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ પેઢીમાં નુકશાની આવી છે

 

ફરિયાદીના દીકરા જયેશને અગાઉ મનીષ લોરિયા સાથે વેપાર કરતો હતો અને આરોપી સાથે દીકરા જયેશને પૈસાની લેતીદેતી થઇ હોય જેનું મનદુઃખ રાખી ફરિયાદી દેવજીભાઈ લોરિયાને પકડી રાખી ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.