31 જુલાઈની ઓખા–દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે દોડશે




ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનમાં ગાઝિયાબાદ સ્ટેશન પર ગતિ શક્તિ ટર્મિનલના વિકાસ કાર્ય માટે લેવામાં આવેલા પાવર અને ટ્રાફિક બ્લોકના કારણે 31 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી ઊપડતી ઓખા–દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગે ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 19565 ઓખા–દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ, જે 31 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી ઊપડશે, તે પોતાના નિર્ધારિત માર્ગના બદલે વાયા નવી દિલ્હી–દિલ્હી શાહદરા–નોલી–શાહમલી–ટપરી થઈને દોડશે.
આ કારણોસર આ ટ્રેન ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર તથા દેવબંદ સ્ટેશનો પર નહીં જાય.
રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે તથા ટ્રેનોના સંચાલન સંબંધિત તાજેતરની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અથવા NTES/RailOne એપ દ્વારા માહિતી મેળવી લે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.