



મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાની વિવિધ ઘાર્મિક કાર્યકમો સાથે ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સંવત ર૦૮ર અષાઢ સુદ-૧૫(ગુરૂપૂનમ) ને બુધવાર તા. ૨૯-૭-૨૦૨૬ ના રોજ સવારે સવારે ૮:૦૦ કલાકે વ્યાસ પૂજન બાદ ૧૦:૦૦ કલાક શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરૂશ્રી ભાવેશ્વરી માતાજી ભક્તો સાથે સત્સંગ અને કુંવારીકા પૂજન, અને મહાપ્રસાદ સહિતના વિવિધ ઘાર્મિક કાર્યકમો ભક્તિ-ભાવપૂર્વક ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેનો બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. આ ઘાર્મિક કાર્યકમને સફળ બનાવવા ભાવેશ્વરી માતાજી,શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી,મુકેશ ભગત, દિલીપ ભગત, સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


