



મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામના વતની હસમુખભાઈ કાનજીભાઈ ખરા મોરબી, ટંકારા અને હળવદ પંથકના ૧૫૦ ગરીબ પરિવારોનો આધાર બન્યા છે ૧૫૦ ગરીબ પરિવારોને રાશન પૂરું પાડી તેઓ માનવતા મહેકાવી રહ્યા છે
માત્ર રાશનની સહાય જ નહિ હસમુખ ખરા નિરાધાર બાળકોની સ્કૂલ ફી ભરે છે નિરાધાર દીકરીઓ માટે બ્યુટી પાર્લરના ફ્રી કોર્સ કરાવે છે આજના યુવાનો જ્યારે ખોટા ખર્ચાઓ કરી બેફામ નાણાનો વેડફાટ કરતા હોય છે તેમજ વ્યાસન પાછળ રૂપિયાની બરબાદી કરી રહ્યા છે ત્યારે હસમુખ ખરા યુવાનોને નવી રાહ ચીંધી રહ્યા છે જન્મદિવસ કે અન્ય પ્રસંગોમાં બેફામ નાણાનો વ્યય કરવાને બદલે કોઈ એક ગરીબ પરિવારને રાશનની સહાય આપો તેવી અપીલ કરી હતી
હસમુખભાઈ ખરા સાથે તેમની ટીમના ગૌતમભાઈ સોલંકી, મેહુલભાઈ જાની ભૂદેવ પાન, સંજયભાઈ રાતૈયા, વાઘજીભાઈ વાઘાણી, મનીષાબેન સોલંકી અને સરોજબેન પટેલ સહિતનાઓ પણ ખભેખભો મિલાવી સેવાકાર્યમાં અવિરત સહયોગ આપી રહ્યા છે