કચ્છ અને મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને રજૂઆત કરી
સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળીને કરી રજૂઆત




ચોમાસું સત્ર દરમિયાન કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સડક પરીવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી કચ્છ અને મોરબીના રોડ રસ્તા હાઈવે અને રાજમાર્ગને જોડતા ધોરી માર્ગો વિશે રજૂઆત કરી હતી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાતમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ અને મોરબીના રોડ રસ્તા અંગે રજૂઆત કરી હતી જેમાં રોડ રસ્તા, હાઈવે અને રાજમાર્ગને જોડતા ધોરી માર્ગો અંગે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ વિકાસશીલ જીલ્લો છે જેમાં અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે અને ઓદ્યોગિક હબ મોરબીમાં રોડ રસ્તાના વિકાસ અંગે ચર્ચા કરી હતી કચ્છથી મોરબી સુધી આઠ લાઈન રોડ, શેખપીરથી એરપોર્ટ સર્કલ, કચ્છ જીલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૪૧ પર રતનાલ બાયપાસ સુધી ફ્લાય ઓવર માટે, ગાંધીધામ (કંડલા) થી સુરજબારી સુધીના કોસ્ટલ ગ્રીનફિલ્ડ અલાઈનમેન્ટ ના શક્યતા અભ્યાસ માટે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ મોરબી વાંકાનેર વિભાગ પર બાયપાસ રોડ બાબતે, માળિયા તાલુકાના જશાપર ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત રોડ, કચ્છમાં કોસ્ટલ ફ્રેઈટ કોરીડોર/ કોસ્ટલ રોડ એક્સપ્રેસ-વે ના વિકાસ માટે ચાલી રહેલા કન્સલ્ટન્સી અવકાસમાં કંડલા-તૃણાથી મુન્દ્રા સુધીના વડાલા રેલ્વે ક્રોસિંગ સુધીના આદિપુર-ભદ્રેશ્વર-મોખા સ્ટેટ હાઈવે રોડ સ્ટ્રેચનો સમાવેશ કરવા અંગે તેમજ માળિયા-પીપ્લાલીયા સેક્શનને મોજુદા અલાઈનમેન્ટ પર બનાવવા માટે રીક્વેસ્ટ પ્રપોઝડ સેમી ગ્રીન ફિલ્ડ અલાઈનમેન્ટ પર નહિ બનવવા બાબતે રજૂઆત કરી હતી