માળિયાના ભાવપર ગામે તળાવની પાળ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

 

ભાવપર ગામે તળાવની પાળ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૩૨૦ જપ્ત કરી છે

 

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભાવપર ગામના તળાવની પાળ પર જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો રોન પોલીસ જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુસ્તાક હાસમ સુમરા, મશરૂ સિંધાભાઈ વેસરા, ચંદુભા જીલુભા જાદવ, યુનુસ અબ્દુલ રાઉંમાં અને ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.