

હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં ખેતરમાં વીજપોલ ઈરાદાપૂર્વક પાડી નાખ્યા બાદ સરકારી કર્મચારીને વીજપોલ નહિ નાખવા દઈને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી તેમજ સરકારી મિલકતને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે
હળવદ રુદ્ર ટાઉનશીપના રહેવાસી હિરેનગીરી હરેશગીરી ગોસ્વામીએ આરોપી હસમુખ મુળજીભાઈ જાદવ રહે ચંદ્ર્ગઢ તા. હળવદ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે આરોપીએ પોતે ઉધડ રાખેલ ખેતરમાં વચ્ચે આવેલ વીજપોલ ઈરાદાપુરવક પાડી નાખ્યા અને વીજપોલ નાખવા જતા સરકારી કર્મચારીને વીજપોલ નહિ નાખવા દઈ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ગોયતા નઈ જડો કહીને મારી નાખવાની ધમકી આપી હતી સરકારી કર્મચારીને મારી નાખવાની ધમકી આપી તેમજ સક્રારી મિલકત વીજપોલને રૂ ૮૩,૯૧૩ નું નુકશાન કર્યું હતું હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી કર્મચારીને ધમકી અને સરકારી મિલકતને નુકશાનીની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે