Yearly Archives

2026

ટંકારાના લેન્ડ ગ્રેબિંગ કેસમાં ૧ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક આરોપીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડની…

મોરબીની અદાલતે ચેક રિટર્ન કેસમાં રાજકોટના વેપારીને ૨ વર્ષની જેલ અને ડબલ રકમ ભરવા આદેશ

  મોરબીની અદાલતે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના એક કેસમાં  ચુકાદો આપતા રાજકોટના એક વેપારીને બે વર્ષની જેલની સજા અને ચેકની રકમ કરતા બમણી રકમનો દંડ ફટકાર્યો છે. મોરબી જિલ્લાના ચાંચાવદરડા ગામે 'ટ્વિટ…

વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી…

મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી વિભાગની વિવિધ…

મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી…

રાજ્યના શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય અનુસાર યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ તેઓ પોતાના પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં…

મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ૧૭મીએ રક્તદાન કેમ્પ

મોરબીમાં સામાજિક સેવાના ભાગરૂપે આગામી સમયમાં એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્મૃતિમાં તેમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ યોજાશે. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અને…

મોરબીમાં દારૂડિયા વૃદ્ધ કાર ચાલકનો આતંક: પોલીસે કરી અટકાયત

મોરબીના વ્યસ્ત ગણાતા શનાળા રોડ પર દારૂ પીને બેફામ ગતિએ કાર ચલાવતા એક વૃદ્ધે ભારે આતંક મચાવ્યો હતો. નશામાં ધૂત આ કાર ચાલકે રોડ પર બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જીને નાસભાગ મચાવી દીધી હતી. શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા આવા નશાખોરોના આતંક…

મોરબીમાં વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો: ફોર વ્હીલર અને બાઇક સાથે એકને ઝડપતી પોલીસ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની ચોરી કરતા એક ઇસમને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીમાં ગયેલી એક ફોર વ્હીલર ગાડી અને એક મોટરસાયકલ કબજે કરીને અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાપ્ત…

હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી ‘પાસા’ હેઠળ જેલભેગો

મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા અને અવારનવાર મારામારીના ગુનાઓમાં સંડોવાતા એક કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે પાસા…

મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતની ત્રણ ઘટનાઓ: બે યુવાનો અને એક યુવતીના મોત

મોરબી જિલ્લાના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે વાંકાનેર પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી લેતાં…

મોરબીના કાંતિનગરમાંથી ૮ વર્ષનો બાળક ગુમ

મોરબીના માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાંથી એક ૮ વર્ષનો માસૂમ બાળક થઇ ગયો છે. શાકભાજી લેવા ગયેલો બાળક મોડી સાંજ સુધી પરત ન ફરતાં આખરે પરિવાર દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી…