હળવદમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી ‘પાસા’ હેઠળ જેલભેગો

મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા અને અવારનવાર મારામારીના ગુનાઓમાં સંડોવાતા એક કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે પાસા હેઠળ કડક કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કરી દીધો છે.

બનાવની વિગત મુજબ, સરહદી રેન્જ ભુજ (બોર્ડર રેન્જ) ના પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ પાસા અને હદપારી જેવા પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા મોહિત હસમુખભાઇ પરમાર નામના માથાભારે ઇસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવી હતી. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ વોરંટ ઈસ્યુ કરાતાં જ હળવદ પોલીસની ટીમે આરોપી મોહિતને સત્વરે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.