મોરબીમાં દારૂડિયા વૃદ્ધ કાર ચાલકનો આતંક: પોલીસે કરી અટકાયત

મોરબીના વ્યસ્ત ગણાતા શનાળા રોડ પર દારૂ પીને બેફામ ગતિએ કાર ચલાવતા એક વૃદ્ધે ભારે આતંક મચાવ્યો હતો. નશામાં ધૂત આ કાર ચાલકે રોડ પર બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જીને નાસભાગ મચાવી દીધી હતી. શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા આવા નશાખોરોના આતંક વચ્ચે પોલીસે તાત્કાલિક દોડી જઈને અકસ્માત સર્જનાર વૃદ્ધ કાર ચાલકની અટકાયત કરી લીધી છે.

બનાવની વિગત મુજબ, મોરબીના શનાળા રોડ પરથી પસાર થતી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને રોડ પર બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતાં માલૂમ પડ્યું હતું કે કાર ચલાવનાર એક વૃદ્ધ હતા અને તેઓ અતિશય દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી દોડાવી રહ્યા હતા. સદનસીબે આ અકસ્માતોમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાથી રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નશાખોર વૃદ્ધને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

Leave A Reply

Your email address will not be published.