વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા http://www.ikhedut.gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના નિદર્શન ઘટકમાં સહાયનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ તા. ૧૪/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતોએ પોર્ટલ પર જઈને ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત છે, જેના માટે અરજદારે પોતાનો સક્રિય મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. સફળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખેડૂતો ઓનલાઇન અરજી સબમિટ કરી શકશે. પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં અરજીઓ મેળવ્યા બાદ, તમામ માન્ય અરજીઓનો જિલ્લા તથા તાલુકા કક્ષાએથી પારદર્શક રીતે કોમ્પ્યુટર રાઈઝ્ડ ‘ડ્રો’ કરવામાં આવશે. આ ડ્રો ના આધારે એક સત્તાવાર અગ્રતા યાદી (મેરિટ લિસ્ટ) તૈયાર કરાશે અને નિયત લક્ષ્યાંકની મર્યાદામાં પાત્રતા ધરાવતા ખેડૂત ખાતેદારોને વહીવટી પૂર્વ-મંજૂરી આપવામાં આવશે.

મોરબી જિલ્લાના તમામ રસ ધરાવતા ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.