



મોરબીની અદાલતે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના એક કેસમાં ચુકાદો આપતા રાજકોટના એક વેપારીને બે વર્ષની જેલની સજા અને ચેકની રકમ કરતા બમણી રકમનો દંડ ફટકાર્યો છે.
મોરબી જિલ્લાના ચાંચાવદરડા ગામે ‘ટ્વિટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ’ નામની એલ્યુમિનિયમ કેનનું ઉત્પાદન કરતી ભાગીદારી પેઢી આવેલી છે. રાજકોટના નવાગામ ખાતે આવેલી ‘નેચર ગ્રીન ક્રોપ સાયન્સ’ પેઢીના પ્રોપાઈટર બ્રિજેશ ભૂલાભાઈ ખાણધરએ આ પેઢી પાસેથી ઉધારમાં એલ્યુમિનિયમ કેનનો માલ ખરીદ્યો હતો. આ ખરીદી પેટે લેણી નીકળતી રૂા. ૧૫,૪૫,૬૯૭/- ની રકમની ચુકવણી માટે નેચર ગ્રીન ક્રોપ સાયન્સના બ્રિજેશભાઈ ભુલાભાઈ ખાણધર એ સ્ટેવર્ડ મેટર મેટલ ઇન્ડસ્ટ્રીઝ ના નામનો લખી આપેલ જે ચેક પેઢી દ્વારા બેંકમાં વટાવવા રજુ કરતા ચેક વસુલ થયા વગર બેંકમાંથી સ્ટોપ પેમેન્ટ ના શેરા સાથે પરત થયેલ જેથી સ્ટેવર્ત મેટલ ઇન્ડસ્ટ્રીઝ પેઢીએ જામનગરના વકીલ આર એ પટેલ મારફત કાનૂની નોટીસ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ કાયદાની જોગવાઈ મુજબ નેચર ગ્રીન ક્રોપ સાયન્સ નામની પેઢીના પ્રોપરાઈટર બ્રિજેશ ભુલાભાઈ ખાણઘરને પાઠવી ચેક રીટર્ન થયાની જાણ કરેલ તેમ છતાં ચેક મુજબ ની લેણી રકમ ન ચુકવતા સ્ટેવર્ડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ એક્ટની જોગવાઈ મુજબ ચેક રીટર્નની ફોજદારી ફરિયાદ નેચર ગ્રીન ક્રોપ સાયન્સ નામની પેઢીના પ્રોપરાઈટર બ્રિજેશ ભુલાભાઈ ખાણઘર વિરુદ્ધ દાખલ કરેલ અને તે ફરિયાદ મોર્બીનીના બીજા એડીશનલ સિવિલ જજ અને જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જજ સાહેબની અદાલતમાં ચાલી જતા ફરિયાદી તરફે રજુ થયેલ પુરાવાઓનું મૂલ્યાંકન કરી ફરિયાદી તથા આરોપી તરફે રજુ થયેલ દલીલો ધ્યાને લઈને અદાલત દ્વારા આરોપી નેચર ગ્રીન ક્રોપ સાયન્સ પેઢી પ્રોપરાઈટર બ્રિજેશભાઈ ભુલાભાઈ ખાણઘર નાઓને ધી નેગોશીએબલ ઇસ્ટુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવીને ૨ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ તથા ભારતીય નાગરિક સુરક્ષા સહિત ૨૦૨૩ ની કલમ ૩૯૫(૧) મુજબ વિવાદિત ચેકની રકમ ૧૫,૪૫,૬૯૭ ની ડબલ રકમ રૂ.૩૦,૯૧,૩૯૪ નો દંડ ફરમાવવા આવેલ તથા તે દંડ માંથી ફરિયાદીને ફરિયાદ વાળા ચેકની રકમ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ % ના વ્યાજસહિત ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેલથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ આર.એ. પટેલ, એન.એલ. વડસોલા અને એ.એચ. દસાડીયા અને ઇન્ટર્નશીપ મિતાલી ભોજાણી તથા મૌલી કાવર રોકાયા હતા.