મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર ૩ માં રહેણાંક મકાનમાંથી મેફેદ્રોન પાવડર નો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે મોરબી એન્ટી નારકોટીક્સ વિંગ એ દરોડા પાડી ડ્રગ્સનો જથ્થા સહિતનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એન્ટી નારકોટીક્સ વિંગ ની ટીમ યુવાધન નશાના રવાડે ના ચડે અને નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે “ SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોની ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીના આધારે મોરબીના નવલખી રોડ પર કુબેરનગર ૩ માં રોયલ પાર્કમાં રહેતા રેનીશભાઈ હીરાભાઈ પરેસા ના રહેણાંક મકાનમાં દરોડા પાડી ત્યાંથી મેફેદ્રોન ડ્રગ્સ ૨૦.૧૪ ગ્રામ કીમત રૂ.૬૦૪૨૦,મોબાઈલ નંગ ૧૦,૦૦૦ અને વજન કાંટો કીમત રૂ.૫૦૦ સાથે રેનીશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.