વિમેન્સ ક્રિકેટ ટીમના કોચ નિશાંત જાનીએ ટીમના ખેલાડીઓ, કોચ સાથે મુલાકાત લીધી


રાજકોટ ખાતે ઇન્ડિયા અને આર્યલેન્ડ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ આંતરરાષ્ટ્રીય ખેલીઓ અને કોચ પધાર્યા છે ત્યારે મોરબીના કોચ નિશાંત જાનીએ ખેલાડીઓ અને કોચ સાથે મુલાકાત લીધી હતી
મોરબી ક્રિકેટ એસોના કોચ નિશાંત જાની જેઓ વિમેન્સ ક્રિકેટ ટીમ અન્ડર ૧૯ અને ૨૩ ના પણ હેડ કોચ છે તેઓને અન્ડર ૨૩ બીસીસીઆઈ ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટાર્સ જેવા કે ભારતીય ટીમના સ્મૃતિ મંદાના, જેમીમાહ રોડરીગ, હરમન કોર સહિતના ખેલાડીઓને મળ્યા હતા અને યાદગાર તસ્વીરો પડાવી હતી તેમજ ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ અમોલ મઝમુદાર દ્વારા કોચ નિશાંત જાનીની પ્રસંશા કરવામાં આવી હતી
આ તકે કોચ નિશાંત જાણીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના યુવા અને ઉત્સાહી પ્રેસિડેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો તેમને ઉમદા તક આપવામાં આવી અને ઇન્ટરનેશનલ ટીમો સાથે તેઓ રહી શક્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો








