મોરબી : અનેક બીમારીથી પીડિત વૃદ્ધનું આયુષ હોસ્પીટલમાં સફળ ઓપરેશન કરાયું

 

મોરબી વેપાર ધંધા ઉપરાંત હવે શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ વિકાસશીલ જોવા મળી રહ્યું છે શહેરની આયુષ હોસ્પીટલમાં જટિલ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ હોવાથી દર્દીઓને મોટી રાહત મળે છે મોરબી આયુષ હોસ્પીટલમાં તાજેતરમાં અનેક બીમારીથી પીડિત વૃદ્ધનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું

 

જેશાભાઈ સંખાવરા (ઉંમર ૭૮વર્ષ) ને થાપાનું ફ્રેકચર થયેલ હોવાથી આયુષ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. પરંતુ દર્દીને ડાયાબિટીસ, હાયપરટેન્શન, મગજનો લકવો જેવી બિમારીઓ પણ હતી. આમ તો આવા દર્દીઓને કમરમાં મણકાઓ વચ્ચેની જગ્યામાં સોઈથી ઈન્જેકશન આપીને કમરથી નીચેનો ભાગ બેભાન કરવામાં આવતો હોયછે. પરંતુ જેશાભાઇને વધારે ઉંમરના લીધે મણકાઓની વચ્ચેની જગ્યા એકદમ ઓછી થઈ ગયેલી હોવાથી એનેસ્થેટીસ્ટ ટીમ દ્વારા ઘણા બધા પ્રયત્નો પછી પણ એ શક્ય થઈ શકયું નહીં. ઉપરાંત દર્દીની બીજી બિમારીઓને લીધે પૂરા બેભાન કરવામાં પણ જોખમ વધારે હતું અને છેલ્લો વિકલ્પએ હતો કે જે પગમાં ફ્રેકચર છે એ એક પગની નસોને બ્લોક કરીને એકજ પગ સારી રીતે બેભાન થાય તો ઓપરેશન થાય નહીંતર અગાઉ જણાવેલ બધા જોખમોને લીધે દર્દીને ઓપરેશન કર્યા વગર રજા લેવાની થાય.

 

પરંતુ એનેસ્થેટીસ્ટ ડોક્ટર સ્વેતા પ્રજાપતિ અને ડોક્ટર અદિતી ઝાલાવાડીયા એ છેલ્લો વિકલ્પ અમલમાં મૂકવાનું જોખમ લીધું અને ઓપરેશન થિયેટરમાં ,PNS મશીનની મદદથી Lumbar- Sacral Plexus Block આપ્યો, ૧૫-૨૦ મિનિટમાં દર્દીનો પગ બેભાન થઇ ગયો, ઓપરેશન સારી રીતે પતી ગયુ અને દર્દીને ઓપરેશન બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું અને દર્દીના સગા પણ ખૂબજ સંતોષ અને આનંદમાં છે કે એમના દર્દીને પીડામાંથી રાહત મળી જેથી દર્દીના પરિવારજનોએ ડોક્ટરોની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.