


મોરબીના તળાવીયા શનાળા ગામે વીજશોક લાગતા મહિલાનું મોત
તળાવીયા શનાળા ગામના રહેવાસી ૪૦ વર્ષીય મહિલાને પોતાના ઘરે વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા કંચનબેન સંજયભાઈ કગથરા (ઉ.વ.૪૦) નામની મહિલા પોતાના ઘરે હોય ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ચકમપર ગામની સીમમાં ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું
ચકમપર ગામની સીમમાં વાડીએ રહીને કામ કરતા ૨૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના ચકમપર ગામમાં આવેલ વાડીએ રહીને મજુરી કરતા વિજય સોમાભાઈ નાયકા (ઉ.વ.૨૦) નામના યુવાને ગત તા. ૦૬ ના રોજ કોઈ કારણોસર વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે