

મોરબીના જાંબુડિયા ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળની જાડમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનાભાઈ જુસબભાઈ ભરવાડિયા, નવઘણ હીરાભાઈ સીતાપરા, ઋત્વિક રમેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા અને વિપુલ દિનેશભાઈ સોલંકી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૪૦૦ જપ્ત કરી છે