

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે કુબા વિસ્તારમાં શંકર ભગવાન મંદિર પાસે વડ નીચે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા, પરષોતમ સામતભાઈ વિરસોડીયા, શમ્ભુભાઈ રામજીભાઈ વિરસોડીયા, રોહિત દીપકભાઈ વજેવાડિયા અને વિજય કેશુભાઈ વીરસોડીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૮,૩૦૦ જપ્ત કરી છે