વાંકાનેર: હોસ્પિટલ પાસે થયેલી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવાની સૂચના અન્વયે વાંકાનેર સીટી પોલીસે શહેરના ભરચક વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં સફળતા મેળવી રાજકોટના એક શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

ઘટનાની વિગતો મુજબ, વાંકાનેર બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાં શ્રીજી નિવાસ પાસેથી સુઝુકી એક્સેસ મોટરસાયકલ નંબર GJ-03-JN-9244ની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર સીટી પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શખ્સ ચોરીના બાઈક સાથે રાજકોટના ભગવતીપરા વિસ્તાર તરફ જતો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તાત્કાલિક રાજકોટ પહોંચી ભગવતીપરામાં રહેતા અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર (વ્હોરા)ને ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં આ શખ્સે બાઈકના કાગળો બાબતે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા, પરંતુ પોલીસની સઘન પૂછપરછમાં તેણે આ મોટરસાયકલ વાંકાનેરથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું ચોરાયેલું વાહન કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.