મોરબીમાં બેન્ક ખાતા ભાડે રાખી રૂ.3.49 કરોડની રકમની હેરફેર, સાયબર ક્રાઈમ ટીમે તપાસ ચલાવી

 

મોરબીના રહેવાસી બે વ્યક્તિને એજન્ટ બનાવી કમિશન પેટે નજીવી રકમ આપી બેંક ખાતામાં રૂ 3.49 કરોડની રકમ ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ આચર્યાની ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મોરબી સાયબર ક્રાઇમના પીએસઆઈ અશોકકુમાર સત્યનારાયણ શુક્લાએ આરોપીઓ ભાવેશ હરેશ વઘોરા રહે સનરાજપાર્ક વિજયનગર મોરબી, જિતેન્દ્ર ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા રહે રોહિદાસપરા મોરબી અને નિલેશ રવજીભાઈ કાસુન્દ્રા પટેલ રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. 23-02 થી 02-06 દરમિયાન આરોપીઓએ ઠગાઈ કરી હતી જેમાં બેન્ક એકાઉન્ટ ધારક વઘોરા ભાવેશને પૂછપરછ અને તપાસ અર્થે કચેરી લાવતા બેંક એકાઉન્ટમાં રૂ 3,49,61,073 જેવી રકમ જમા થયેલી પોતે ગેરેજમાં કામ કરે છે નાણાની જરૂર હોવાથી મિત્ર ચાવડા જિતેન્દ્રને વાત કરતા તારી પાસે કોઈ બેન્ક એકાઉન્ટ હોય તો આપ રૂ 5000 ની વ્યવસ્થા કરાવી આપીશ

 

આરોપી જિતેન્દ્રને બોલાવી પૂછપરછ કરતા એકાઉન્ટ ભાડે આપી નિલેશ નામનો ઇસમ રૂ 15 હજાર આપેલ જેમાંથી 5000 ભાવેશને આપી બાકીના પોતે રાખ્યા હતા ત્રણેય આરોપીઓએ એજન્ટ બની રકમ રૂ 15 હજાર  કમિશન મેળવી આરોપી નીલેશે તેના મળતિયાઓ સાથે મળી રૂ.3,49,61,073 રકમ જમા કરાવી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી એકાઉન્ટમાં સમન્વય અને nccrp પોર્ટલમાં રાજસ્થાન અને ગુજરાતની બે ફરિયાદ થઈ હતી જેમાં રૂ 74,000 ની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું ખૂલ્યું હતું

 

આમ આરોપીઓ વઘોરા ભાવેશ અને ચાવડા જીતેન્દ્રને આરોપી નીલેશને એજન્ટ બનાવી કમીશન આપી પોઅના મળતિયાઓ સાથે મળી અલગ અલગ રાજ્યના બક્તિઓ સાથે સાયબર ક્રાઈમ ફ્રોડ, ઠગાઈ આચરી તા. ૨૩ ફેબ્રુઆરીથી ૨ જુન સુધીમાં રૂ ૩,૪૯,૬૧,૦૭૩ ની રકમ જમા કરાવી હતી અને તે રકમ યુપીઆઈ આડી, imps અને rtgs દ્વારા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી આ એકાઉન્ટમાં SAMANVAYA તથા NCCRP પોર્ટલમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યની બે ફરિયાદ ટઃઆઈળ છે જેમાં રૂ ૭૪ હજારની રકમ ટ્રાન્ઝેકશન થયાની વિગતો મળી આવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.