મોરબીના આનંદનગરના મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો રોકડ સાથે ઝડપાયા

 

શહેરના કંડલા બાયપાસ રોડ પર આનંદનગર સોસાયટીના મકાનમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે પાંચ ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રૂ ૩૬,૯૦૦ ની રોકડ જપ્ત કરવામાં આવી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલ આનંદનગરમાં રહેતા આરોપી પ્રફુલભાઈ પંડ્યા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા પ્રફુલભાઈ પંડ્યા, ભરતસિંહ મદારસિંહ પરમાર, રફીકભાઈ હાસમભાઈ કાશમાણી, કલ્પેશભાઈ ધીરજલાલ બરાસરા અને કમલેશભાઈ ઉર્ફે મુનાભાઈ મોતીભાઈ મેવાડા રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૩૬,૯૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.