વાંકાનેર: મહીકા પાસે આઈસર ચાલકે બાઈકને ઠોકરે લેતા પિતા-પુત્ર ઇજાગ્રસ્ત

વાંકાનેરના નેશનલ હાઈવે પર મહીકા ગામના કબ્રસ્તાન પાસે અકસ્માત સર્જાયો હતો. ગારીડા ગામના એક યુવાન પોતાના ૧૧ વર્ષના પુત્રને દવા લેવરાવવા જઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી આઈસર ગાડીએ તેમની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતાને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે માસૂમ પુત્રના પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી છે.

બનાવની વિગત એવી છે કે, ગારીડા ગામે રહેતા સુખાભાઇ જેસીંગભાઇ બાવળીયા પોતાના પુત્ર હાર્દિકને મોટરસાયકલ પર બેસાડી કોઠી રોડ પર આવેલા સરકારી દવાખાને દવા લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મહીકા ગામ પાસે હાઈવે પર પાછળથી આવતા આઈસર નંબર GJ-03-CU-5024 ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી બાઈકને જોરદાર ઠોકર મારી હતી. આ ટક્કરને કારણે પિતા-પુત્ર રોડ પર પટકાયા હતા, જેમાં ૧૧ વર્ષના હાર્દિકને જમણા પગમાં ગંભીર ફેક્ચર થયું હતું. અકસ્માત સર્જી આઈસર ચાલક નાસી છૂટ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.