

મોરબી અને ટંકારા તાલુકામાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટેની સમયમર્યાદા પૂર્ણ થઇ ચુકી છે જે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે
મોરબી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તા. ૨૪-૦૯ મો જાહેર નોટીસથી દિવાળીના તહેવાર અન્વયે હંગામી ફટાકડા લાયસન્સ મળવા બાબતે વિવિધ અભિપ્રાયો મેળવવા માટે સમય લાગતો હોવાથી મોરબી અને ટંકારા તાલુકામાં તા. ૨૮-૦૯ થી તા. ૨૩-૧૦ સુધીમાં અરજી કરવા જણાવ્યું હતું જે અરજીઓ સ્વીકારવાની સમયમર્યાદામાં વધારો કરતા તા. ૨૮-૧૦-૨૦૨૬ સુધી હંગામી ફટાકડા લાયસન્સ મેળવવાની અરજીઓ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે