મોરબી પોલીસનું ગૌરવ : સ્ટેટ લેવલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ભૂમિ પટેલે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા


મોરબી પોલીસનું ગૌરવ વધારતા ભૂમીબેન પટેલે અગાઉ અનેક સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર સહિતના મેડલો જીત્યા છે અને હજુ પણ તેઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે
એથ્લેટીક્સ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં દેવગઢ બારિયા ખાતે સ્ટેટ લેવલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં ૮૦૦ મીટર દોડ, ૧૫૦૦ મીટર દોડ અને ૫૦૦૦ મીટર દોડમાં ભૂમિ પટેલે મોરબીનો ડંકો વગાડ્યો છે ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે એક જ સ્પર્ધામાં એક, બે નહિ ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી વખત મોરબી જીલ્લા અને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે તેમજ તેઓ નેશનલ લેવલ પર રાજ્યનું નામ રોશન કરવા માટે કટિબદ્ધ છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું




