



લાતી પ્લોટમાં દુકાનના ઓટલા પરથી પડી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત
શહેરના લાતી પ્લોટમાં દુકાનના ઓટલા પરથી પડી જતા માથામાં ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબી અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારના રહેવાસી સંદીપ ઉર્ફે સોમો રમેશભાઈ પીપળીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત તા. ૨૦ ના રોજ લાતીપ્લોટ શેરી નં ૬ ના ખૂણા પાસે ખોડીયાર પાન દુકાનના ઓટલા પરથી નીચે પડી જતા માથામાં ઈજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મોરબીના લખધીરપુર રોડ પર ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો
લખધીરપુર રોડ પર આવેલ સિરામિકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ૧૯ વર્ષીય યુવાને આયખું ટુંકાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી હ્ચે
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રો સ્ટાર સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા મુકેશકુમાર રાજકુમાર (ઉ.વ.૧૯) નામના યુવાન ગત તા. ૨૧ ના રોજ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
તરકીયા ગામની સીમમાં વાડીએ ૨૬ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ ચોટીલા તાલુકાના નાળીયેરી ગામના વતની હાલ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીએ રહેતા સંજયભાઈ બીજલભાઈ સરવૈયા (ઉ.વ.૨૬) નામના યુવાન વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે
હળવદના કોયબા ગામની વાડીએ ટ્રેક્ટરમાં આવી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત
કોયબા ગામની સીમમાં વાડીએ મગફળી સફાઈ કરતી વખતે ટ્રેક્ટર લીપ ઉચી થઇ જતા ટોપલિંગ અને ટ્રેક્ટર પેટી વચ્ચે આવી જતા ૩૬ વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
હળવદ તાલુકાના કોયબા ગામના રહેવાસી મહેશભાઈ જાલુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૬) નામના યુવાન ગત તા. ૨૦ ના રોજ મિત્ર મેહુલ પટેલની વાડીએ મગફળી સાફ કરવાના મશીન લઇ મેહુલના ટ્રેક્ટર સાથે થ્રેશર ટ્રેક્ટર સાથે જોડી મગફળી સાદ કરતા હતા ત્યારે થ્રેસરનું સેટિંગ કરતા હતા અને અચાનક ટ્રેક્ટરની લીપ ઉંચી થઇ જતા મહેશભાઈનું માથું ટોપલિંગ અને ટ્રેક્ટર પેટી વચ્ચે આવી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
