વાંકાનેરના ભલગામ નજીક બેફામ દોડતા ડમ્પરે એક બાદ એક બે ગાડીને ટક્કર મારી

બે ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડી ડમ્પર ચાલક ફરાર

 

 

મોરબી જીલ્લામાં બેફામ દોડતા ડમ્પરોના ત્રાસથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે તાજેતરમાં અકસ્માત બાદ માળિયા હાઈવે પર પોલીસે વાહનો ડીટેઈન કરવાની કામગીરી કરી હતી પરંતુ ડમ્પર ચાલકોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વાંકાનેરના ભલગામ નજીક બેફામ દોડતા ડમ્પરના ચાલકે બે કારને ટક્કર મારી નુકશાન પહોંચાડ્યું હતું

જામનગર ખોડીયાર કોલોનીના રહેવાસી પ્રીતમકુમાર બેનીમાધવ સિંહે ડમ્પર જીજે ૨૭ ટીજી ૯૬૦૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદી અને તેના પત્ની અમિતાકુમાર પોતાની કાર જીજે ૧૦ ઇએચ ૨૮૧૬ લઈને ગાંધીનગર જતા હતા ત્યારે બામણબોરથી આગળ હાઈવે રોડનું કામ ચાલુ હતું અને રોડ ડાયવર્ટ કરેલ હોવાથી ફરિયાદી પોતાની ગાડી ચોટીલાથી રાજકોટ હાઈવે પર ચલાવી જતા હતા અને ભલગામ નજીક ટ્રાફિક જામ હોવાથી પોતાની ગાડી લાઈનમાં ઉભી રાખી હતી અને આગળ સામતભાઈ વિહાભાઇ ધાધળની કાર જીજે ૦૩ પીજે ૧૯૩૫ અને અન્ય વાહનો હતા ચોટીલા તરફથી સામે આવતા હતા

ડમ્પર જીજે ૨૭ ટીજી ૯૬૦૭ ના ચાલકે પુરઝડપે ડમ્પર ચલાવી કાવું મારી સામેની લાઈનમાં ઉભેલ સામતભાઈની કારને ટક્કર મારી બાદમાં ફરિયાદીની કારને ઠોકર મારી ચારેય દરવાજા અને આગળ તેમજ પાછળના બમ્પર તેમજ બોનેટના ભાગમાં નુકશાન કર્યું હતું અને સામતભાઈની ગાડીમાં બોનેટ અને ડ્રાઈવર સાઈડ તેમજ ખાલી સાઈડ નુકશાન કરી ડમ્પર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.