વાંકાનેર નવાપરા પુલ નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધાને બાઈક ચાલકે ઠોકર મારી પછાડી દીધા

            વાંકાનેર નેશનલ હાઈવે પર નવાપરા પુલની કટ પાસે રોડ ક્રોસ કરતી મહિલાને બાઈક ચાલકે ઠોકર મારી પછાડી દીધા હતા જે અકસ્માતમાં રાહદારી વૃદ્ધાને સામાન્ય ઈજા અને ખંભાની હાસળીમાં ફ્રેકચર તેમજ કમરના ભાગથી ઢીંચણ સુધી મુંઢ ઈજા કરી હતી

 

            રાજકોટ રેલનગર, સંતોષનગર ફાટક બાજુમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ મકવાણાએ બાઈક જીજે ૩૬ એકયું ૯૩૫૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ સાંજના સાડા ચારેક વગ્યે ફરિયાદીના માતા લાભુબેન મકવાણા પોતાના ઘરે જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે વાંકાનેર મોરબી હાઈવે પર નવાપરા પુલ કટ પાસે બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવી ફરિયાદીના માતા લાભુબેન મકવાણાને સાઈડથી ઠોકર મારી પછાડી દીધા હતા અકસ્માતમાં સામાન્ય ઈજા અને ખંભાની હાસળીમાં ફ્રેકચર અને કમરના ભાગથી ઢીંચણ સુધી મુંઢ ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.