હળવદ કેનાલમાં ડૂબેલા તામીલનાડુના બંને સગીર બાળકોના મોત, મૃતદેહો બહાર કાઢ્યા

 

હળવદ કેનાલમાં તમિલનાડુના વતની બે સગા ભાઈઓ પાણીમાં ડૂબી જતા હળવદ અને મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને બે દિવસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી બે બાળકોના મોતને પગલે મૃતકના પિતા અને પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તામીલનાડુના વતની ૧૧ વર્ષીય સેધેશ અને ૧૫ વર્ષના સુબાધ બંને ભાઈઓ પિતા સાથે તામીલનાડુથી ટ્રકમાં આવ્યા હતા અને હળવદથી મોરબી ટ્રકમાં લોડ કરેલો માલ ખાલી કરવા આવી રહ્યા હતા ત્યારે હળવદ નજીક કેનાલ જોતા બંને ભાઈઓએ ન્હાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે પિતાએ ઇનકાર કર્યો હતો અને પિતાનું ધ્યાન ના હતું ત્યારે બંને ભાઈઓ કેનાલમાં ન્હાવા પડ્યા હતા અને પાણીમાં ગરકાવ થયા હતા

 

બે બાળકો કેનાલમાં ડૂબી જતા હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી તેમજ મોરબી ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી મોરબી અને હળવદ ફાયર ટીમે સતત શોધખોળ કરી ૧૧ વર્ષીય સેધેશ અને ૧૫ વર્ષના સુબાઘના મૃતદેહો શોધી કાઢવામાં સફલતા મળી છે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.