મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન, કૃષ્ણ જન્મોત્સવે જામ્યો ભક્તિમય માહોલ

 

મોરબીના રવાપર રોડ પર વેલકમ પ્રાઈડ પાસે આવેલ ગ્રાઉન્ડમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ છવાયો છે. આ કથાનો પ્રારંભ ૧૮ મેથી કરવામાં આવ્યો હતો અને ૨૪ મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કથા યથાવત રહેશે. કથા દરમિયાન ભજન, સંકીર્તન, ધાર્મિક પ્રસંગો અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજે કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે વિશેષ શણગાર, આરતી અને ભજન-કીર્તન યોજાતા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. શિવધુન મંડળ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ધાર્મિક અને સામાજિક સત્કાર્યો સાથે જોડાયેલ છે અને સમાજમાં સેવા કાર્યો માટે પણ જાણીતા છે. આયોજકોએ તમામ ભાવિકોને શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારી કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

 

Leave A Reply

Your email address will not be published.