ટંકારા પોલીસે NDPS ના ગુનામાં પાંચ માસથી ફરાર ઈસમ રાજસ્થાનથી ઝડપાયો




ટંકારા પોલીસે એનડીપીએસ ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં ગત તા. ૧૩-૦૧-૨૦૨૬ ના રોજ ટંકારા હરિઓમ સોસાયટીમાંથી એસઓજી ટીમે આરોપી હાર્દિક નરેન્દ્ર ભાડજાના મકાનમાં વેચાણ માટે રાખેલ માદક પદાર્થોનું વેચાણ કરતા ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહીત ૨.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જે ગુનામાં સહ આરોપી બરકત ઉર્ફે ઈરફાન હાજીખાન રહે સાંચોર રાજસ્થાન વાળાનું નામ ખુલ્યું હતું અને આરોપી પાંચ માસથી ફરાર હતો જે હાલ સાંચોર હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને આરોપી બરકત ઉર્ફે ઈરફાન હાજીખાન જેરડીયાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે