વાંકાનેરમાં જૈન સંસ્થાઓના સહયોગથી છાશ અને કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો

 

તા 21/5/2026ના ગુરુવારે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના સંજયભાઈ શાહ, જીતુભાઇ કોઠારી, પ્રફુલભાઇ,ધર્મેશભાઈ, વિજયભાઈ શેઠ અને અન્ય ટ્રસ્ટી શ્રીઓ કડકતી ઠંડીમાં ધબડાઓ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાસ ચોમાસામાં અને ગરમીમાં નાના નાના વેપારીઓને છત્રી, ધોરણ 11 અને 12 ના જૈન વિદ્યાર્થીઓને આર્થિક સહાય બોરીવલીમાં ઉચ્ચ અભ્યાસ માટે જૈન દીકરીઓ માટે મફત હોસ્ટેલ ની સુવિધા,સમગ્ર ભારત માં જુદા જુદા ગામે સ્થળે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સેવાના ઘણા કાર્ય કરી રહી છે તેમાં વાંકાનેર માં જૈન જાગૃતિ સેન્ટર વાંકાનેર અને જૈન જાગૃતિ લેડીસ વિંગ વાંકાનેર દ્વારા તા. 19/4/2026થી ચાલતા  નિઃશુલ્ક છાસ કેન્દ્ર માં નાના ધંધાર્થીઓને છત્રીઓ નું વિતરણ કરવામાં આવ્યું.

 

જૈન જાગૃતિ લેડીસ વિંગે 150 પાણી ના કુંડાઓનું જાહેર જનતા માં નિઃશુલ્ક વિતરણ કરેલ છે. આજે સ્વ ડૉ જોષી સાહેબ ની તિથિ હોવાથી તેમના પુત્ર અને પુત્રીઓ ના હસ્તે છાસ અને કુંડાઓ નું વિતરણ કરેલ આ પ્રસંગે અતિથિ વિશેષ સ્થાનક વાસી જૈન સંઘ ના યુવા પ્રમુખશ્રી અલ્પેશભાઈ બળવંતભાઈ પટેલ, ભરતભાઈ સંઘવી કિરીટભાઈ પટેલ, જીતુભાઈ, તુષારભાઈ વગેરે ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જૈન જાગૃતિ વાંકાનેરના પ્રમુખશ્રી પૂનમચંદભાઈ પટેલ, ઉપ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, જૈન જાગૃતિ લેડીસ વિંગ વાંકાનેરના પ્રમુખ ડૉ ગીતાબેન ચેતનભાઈ બેલાણી, સેક્રેટરી સ્વીટીબેન તેજસભાઈ તેમજ સમગ્ર કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી

 

 

Leave A Reply

Your email address will not be published.