યુદ્ધમાં ગેસ કટોકટીને પગલે દોઢ માસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો

૫૭૫ એકમો શરુ કરી દેવામાં આવ્યા, બાકીના પણ જલ્દી ચાલુ થાય તેવા સંકેત

 

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુધ્ધને પગલે ગેસ અને તેલની કટોકટી સર્જાઈ હતી જેને પગલે અનેક ઉદ્યોગોને અસર પહોંચી હતી મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ગેસ કટોકટીને પગલે માર્ચ મહિનાથી ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું અને એપ્રિલ માસ આખો સંપૂર્ણ બંધ પાળવાનો એસોસીએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આશરે દોઢ માસ બાદ સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો છે

 

મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ સિરામિક ઉદ્યોગ પુનઃ શરુ થવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગેસ કટોકટીને પગલે ૧૫ દિવસ સ્વૈચ્છિક ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બાદમાં એપ્રિલ માસમાં પણ મોટાભાગના એકમો બંધ હતા ૧૫ એપ્રિલથી ૨૫૦ ફેક્ટરી શરુ કરવામાં આવી હતી અને આજે ૧ મેંથી ૫૭૫ સિરામિક ફેકટરીઓમાં ઉત્પાદન કાર્ય શરુ કરવામાં આવ્યું છે થોડી ઘણી બાકી રહેલી ફેકટરીમાં શ્રમિકો હજુ પહોંચ્યા નથી અને રસ્તામાં છે જે આવી પહોંચતા આગામી ૨-૪ દિવસમાં બાકી ફેકટરીઓ પણ શરુ થઇ જશે

 

ગેસ સપ્લાય અંગે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ પાસે પ્રોપેન અને ગુજરાત ગેસ એમ બે વિકલ્પો હતા જેમાં હાલ પ્રોપેન ગેસ ઉપલબ્ધ નથી અને ગુજરાત ગેસ પાસે પુરતો પુરવઠો હોવાથી તમામ ફેકટરીઓ ગુજરાત ગેસના નેચરલ ગેસના વપરાશ સાથે પુનઃ શરુ થઇ ગઈ છે તો એક્સપોર્ટ અંગે જણાવ્યું હતું કે યુદ્ધને પગલે જીસીસી દેશોમાં બંધ હતું અને કેટલાક વેસલ ખાડી દેશોમાંથી પસાર થતા હોવાથી તેને અસર પહોંચી હતી બાકી અન્ય દેશોમાં એક્સપોર્ટ ચાલુ જ છે

Leave A Reply

Your email address will not be published.