હળવદની કરાંચી કોલોનીમાં પાણીનો વાલ્વ બંધ કરવા મુદે બે પરિવાર બાખડ્યા

બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

 

 

હળવદની કરાંચી કોલોનીમાં પાણીનો વાલ્વ બંધ કરવા મુદે બે પરિવારો આમને સામને આવી ગયા હતા બંને પરિવારોએ સામસામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે સામસામી પોલીસ ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ મહારાષ્ટ્ર હાલ હળવદ કરાંચી કોલોનીમાં રહેતા રૂબીનાબેન ઈરફાન ગોનીયાએ આરોપીઓ રીજ્વાનાબેન સાજીદ પિંજારા અને તેના પતિ સાજીદ પિંજારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદી રૂબીનાબેનને પાણીથી સફાઈ કરવા બાબતે તેમજ પાણીનો વાલ્વ બંધ કરવા બાબતે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી

 

સામાપક્ષે રીજ્વાનાબેન સાજીદભાઈ પિંજારાએ આરોપી રૂબીના ઈરફાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ સિમેન્ટ થેલીઓ રાખેલી હોય ત્યાં આરોપી રુબીનાબેન પાણીથી સાફ સફાઈ કરતા હતા અને સિમેન્ટની ચાર થેલીઓ પલ્લી જતા નુકશાન થયું હતું જે કહેવા જતા અને કોલોની ઉપર પાણીનો વાલ્વ ચાલુ બંધ કરવા બાબતે આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એક થેલીના ૩૦૦ લેખે ચાર થેલી કુલ રૂપિયા ૧૨૦૦ નું નુકશાન કર્યું હતું

Leave A Reply

Your email address will not be published.