




શહેરના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં એક ઇસમેં યુવાનને નજીવી બાબતે ધોકા વડે હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી મોઢામાં સામાન્ય ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારના રહેવાસી મયુર લવજીભાઈ ધોડકીયા (ઉ.વ.૨૦) નામના યુવાને તેના જ વિસ્તારમાં રહેતા આરોપી નવીન મનસુખ માનેવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી નવીને નજીવી બાબતે ધોકા વડે મયુરને હાથમાં કોણીના ભાગે અને ડાબા હાથે કાંડા પાસે ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ મોઢાની ડાબી સાઈડ સામાન્ય ઈજા કરી જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
