ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ માંગતા મારામારી, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

 

નસીતપર ગામની સીમમાં ડેમ ખાતે મચ્છી પકડવાની જાળ માંગતા ડેમ ઓરડીમાંથી પૂછીને લેવાની વાત કરી હતી જે સારું નહિ લાગતા ત્રણ ઇસમોએ યુવાનને જાહેરમાં ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા નરેશભાઈ કાળુભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપીઓ પોપટભાઈ દેવીપુજક, ધમો પોપટભાઈ દેવીપુજક અને જીતેશ સાદુરભાઈ દેવીપુજક રહે ત્રણેય નસીતપર-ધ્રુવનગર ખાતે આવેલ ડેમી ૨ ડેમ પાસે વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ત્રણેય અરોપોઇએ ફરિયાદી પાસે મચ્છી પકડવાની જાળ માંગતા ડેમની ઓરડીમાંથી ભરતભાઈ પારઘીને પૂછીને જાળ લેવાની વાત કરી હતી જે સારું નહિ લાગતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી નરેશને જાતી પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી શરીરે ઢીકા પાટું માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.