


મોરબીના જેતપર ગામે કપાસનો પાક નબળો હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત

જેતપર ગામમાં કપાસના પાકનું વાવેતર કરેલ હોય જે પાક નબળો હોવાથી ચિંતિત રહેતા શ્રમિક યુવાને પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
મૂળ દાહોદના વતની હાલ મોરબીના જેતપર ગામે રહેતા નયન માનસિંગ મોહનીયા નામના યુવાને જેતપર ગામમાં જમીન વાવવા રાખી છે અને કપાસનું વાવેતર કર્યું હોય જે કપાસનો પાક નબળો હોવાથી ચિંતા થતી હતી અને ચિંતિત રહેતા યુવાને ગત તા. ૨૭ ના રોજ વાડીમાં આવેલ ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
હળવદના નવા ધનાળા ચોકડી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા મોત
નવા ધનાળા ચોકડી પાસે કેનાલના પાણીમાં ડૂબી જતા ૩૫ વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મૂળ એમપીના વતની હાલ હળવદના ઈશ્વરનાગર ગામની સીમમાં રહીને મજુરી કરતા કરશન ઉર્ફે ભૂરો રાવલીયાભાઈ કનેજ (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૨૭ ના ઓજ નવા ધનાળા ચોકડી પાસે આવેલ કેનાલમાં પડી જતા તરતા આવડતું ના હોવાથી પાણીમાં ડૂબી જતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા માસૂમનું મોત
માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ એમપીના વતની હાલ વાંકાનેરના માટેલ રોડ રામુજી સિરામિકમાં રહીને કામ કરતા ભરતપ્રસાદ પટેલના સાડા ત્રણ વર્ષના પુત્ર દેવકરણ નામનું બાળક સિરામિક માટે માટેલ રોડ પર પાણીના ખાડામાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે