રાજકોટમાંથી ૨૦ દિવસ પૂર્વે બાઈક ચોરી કરનાર ઇસમ ઝડપાયો

 

રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ૨૦ દિવસ પૂર્વે બાઈક ચોરી કરનાર ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી માળિયા હાઈવે પર નેશનલ હાઈવે પરથી નંબર પ્લેટ વગર શંકાસ્પદ બાઈક સાથે ઇસમ મળી આવત કાગળો માંગ્ય હતા અને વિશેષ પૂછપરછ કરતા બાઈક વીસેક દિવસ પૂર્વે રાજકોટમાં મોરબી જકાતનાકા પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી ટીમે આરોપી હનુભાઈ સુરભી વાઘેલા (ઉ.વ.૩૫) રહે મોટા દેવળિયા બસ સ્ટેન્ડ પાસે તા. બાબરા અમરેલી વાળાને ઝડપી લઈને બાઈક જીજે ૨૦ બીએન ૧૪૭૦ કીમત રૂ ૭૨,૦૦૦ રીકવર કરી રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકનો બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હ્ચે

Leave A Reply

Your email address will not be published.