મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ ઉજવાશે

 

શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૭ ને સોમવારે નવમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ બહુચર પાર્ટી પ્લોટ, રોકડિયા હનુમાન મંદિર પાસે, નવલખી રોડ ધુતારી મોરબી ખાતે યોજાશે

 

જે સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિના ૨૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે દાતાઓના સહયોગથી દીકરીઓને ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવશે દીકરીઓને આશીવચન પાઠવવા સંતો મહંતો અને અગ્રણીઓ હાજરી આપશે તેમ નિમંત્રક શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર, મોરબીની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.