મોરબી-હળવદમાં અપમૃત્યુના બનાવોમાં બે બાળકી સહીત પાંચના મોત

મોરબીના ખેવાળીયા ગામે ૧૦ વર્ષની બાળકી ઝેરી દવા પી લેતા મોત

ખેવાળીયા ગામે વાડીમાં ૧૦ વર્ષની બાળકી કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ખેવાળીયા ગામથી નારણકા વચ્ચે આવેલ વાડીમાં રહેતા શ્રમિક પરિવારની ૧૦ વર્ષની બાળકી સોહાના રંગેશભાઈ મેડા (ઉ.વ.૧૦) વાળી વાડીમાં બપોરે બારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર મોનોકોટો દવા પી લેતા સવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના નવા જાંબુડિયા ગામે તળાવમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

નવા જાંબુડિયા ગામમાં પાવર હાઉસ પાસે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા જાંબુડિયા ગામે પાવર હાઉસ પાસે અવળે તળાવના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાનું મોત થયું હતું બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે

 

મોરબીના ગોર ખીજડીયા નજીક ફેકટરીમાં સીડી પરથી પડી જતા માસૂમનું મોત

ગોર ખીજડીયા નજીક ફેકટરીના લેબર કવાર્ટરમાં સીડી પરથી પડી જતા ૦૪ વર્ષની બાળકીન ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક શિવ શક્તિ ઓટો પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની ચાર વર્ષની દીકરી વિધિ લેબર ક્વાર્ટરના પહેલા માળે આવેલ રૂમ પાસેથી સીડી પરથી પડી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

મોરબીના ત્રિકોણ બાગ પાર્કિંગમાં આંચકી ઉપડતા અજાણ્યા પુરુષનું મોત

શહેરના ત્રિકોણ બાગ પાર્કિંગમાં ૫૦ વર્ષની ઉમરના અજાણ્યા પુરુષને આચકી આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ સામે આવેલ ત્રિકોણ બાગ પાર્કિંગમાં અજાણ્યા પુરુષ આશરે ૫૦ વર્ષ વાળાને પાર્કિંગમાં ખેંચ આવી જતા ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ છે

 

હળવદના વેગડવાવની સીમમાં ઝરી દવા પી લેતા મહિલાનું મોત

વેગડવાવ ગામની સીમમાં ૧૯ વર્ષની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું જે બનાવની નોંધ કરી હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ છોટા ઉદેપુરના વતની હાલ વેગડવાવ ગામની સીમમાં વાડીમાં રહીને મજુરી કરતા અનિતાબેન તુલશીભાઈ ડુભિલ (ઉ.વ.૧૯) નામની મહિલા કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.