

મોરબી જીલ્લામાં આવેલ સેઝોન પેપર્સ પ્રા. લી. પેઢીના માલિક કાંતિલાલ પીતાંબરભાઈ ભૂતની પેપર્સ બનાવવાની પેઢી ચલાવતા હતા અતે ભારતના શહેરો અને માંગતા માલના ઓર્ડર મુજબનો માલ વેપાર ધંધો ચલાવતા હતા જેથી પેઢી ઉધાર પેટે ધંધો કરતા હતા જેમાં વલસાડ ખાતેના દર્શી પેપર્સના માલિક વિમલ પ્રવિણચંદ્ર પટેલનાએ સેઝોન પેપર્સના સાથે ધંધો વ્યવહાર ચાલુ કરેલ હતો જેમાં દર્શી પેપર્સનાએ કુલ રૂ ૨,૪૩,૬૧,૩૯૯ નો વેપાર ધંધો કર્યો હતો ઉધાર પેટે ધંધો વ્યવસાય બંને વચ્ચે થયો હતો આમ સેઝોન પેપર્સ આ દર્શી પેપર્સના માલિકે કુલ ૩ ચેકોમાં રૂ ૨૦ લાખ, રૂ ૨૦ લાખ અને રૂ ૧૭ લાખ ના ચેકો આપ્યા હતા
જે ચેકો સેઝોન પેપર્સનાએ તેમના બેંક એકાઉન્ટમાં વસુલ મેળવવા નાખ્યા હતા જે ચેકો પરત ફરતા સેઝોન પેપર્સના વકીલ શ્રી એ જે ખુમાણ દ્વારા લીગલ ડીમાંડ નોટીસો મોકલવામાં આવી હતી તે નોટીસ બજી જતા સમયસર ચેકોની રકમો ચુકવવામાં ન આવી હતી જેમાં સેઝોન પેપર્સના પેઢીના કર્તા કાંતિભાઈ પીતાંબરભાઈ ભૂતનાઓએ મોરબીના ચીફ જ્યુડી સાહેબની કોર્ટમાં ફો. કે. નં. ૮૮૯૭/૨૦૨૧ ના કામથી નેગો. ૧૩૮ અન્વયે ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદીની કાર્યવાહી ચાલેલી જેમાં મોરબીના ચીફ જ્યુડી મેજી સાહેબે રૂ ૫૭ લાખના ડબલ રકમ રૂ ૧.૧૪ કરોડનો સજા સાથેનો હુકમ કરવામાં આવ્યો હતો
જે સજા હુકમ થતા દર્શી પેપર્સના માલિક વિમલ પ્રવિણચંદ્ર પટેલ રહે વલસાડ વાળાએ મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ સમક્ષ અપીલ લાવ્યા હતા જે અપીલ તા. ૨૬-૧૨-૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવી હતી જે નામ. કોર્ટ સમક્ષ અપીલ આવતા સેઝોન પેપર્સના વકીલ તરીકે અશોક જે ખુમાણ રોકાયેલા હતા અને તેઓની દલીલમાં અપીલમાં કોર્ટ સમક્ષ રજુ રાખવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એપેલેન્ટ એ હુકમના ૨૦ ટકા રકમ કોર્ટમાં જમા કરાવવી જરૂરી છે તેમ છતાં આ એપેલન્ટના કોર્ટની સમક્ષ અરજીઓ આપીને ખોટો ટાઈમ બગાડ કરતા હોય જેથી એપેલેન્ટ અપીલ ડીસમીસ કરવી જોઈએ જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે એપેલેન્ટની અપીલ ડીસમીસ કરી હતી
આ તમામ કેસની લાગતી વળગતી કાર્યવાહીમાં રીસપોન્ડન્ટ/ફરિયાદીના જે સેઝોન પેપર્સ પ્રા. લીના તેમજ તેના માલિક કાન્તિલાલ પીતાંબરભાઈ ભૂતના વકીલ તરીકે અશોક જે ખુમાણ રોકાયેલ હતા તેમજ તેમની સાથે હિરેન ડાભી, મનદીપસિંહ ઝાલા રોકાયેલ હતા


