ટંકારા તાલુકામાં પ્રવેશોત્સવની ઉજવણી

અશોકભાઈ ચૌધરી દ્વારા એક લાખના ખર્ચે સ્કૂલબેગનું વિતરણ

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ધોરણ ૧ થી ૯  તથા આંગણવાડીમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ,આઈ.એસ.અધિકારી સંજય નંદન,ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ગન્ગાશરણ સિંધ,ડેપ્યુટી સેક્રેટરી આર.એચ.મહેતા,ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણસંધના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજ અને રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનવવા માટે મામલતદાર બી.એસ.પટેલ,ટી.ડી.ઓ. પલ્લવીબેન બારૈયા,ટંકારા તાલુકાના શિક્ષણાધિકારી દીપાબેન બોડા,બી.આર.સી.ના કલ્પેશ ફેફર,સી.આર.સી. હિંમતભાઈ ભાગીયાએ જહેમત ઉઠાવી હતી.તેમજ ગણેશપરના વતની હાલ રહે મુંબઈ અશોકભાઈ પોપટભાઈ ચૌધરીએ ટંકારા તાલુકના વિધાર્થીઓને સવાલાખ રૂપિયાના ખર્ચે સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેથી સી.આર.સી. કો.ઓ.હિંમતભાઈ ભાગીયાએ અશોકભાઈ ચૌધરીનો હાર્દિક આભાર વ્યક્ત કરી દરવર્ષે સહકાર આપવા વિનંતી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat