

મોરબી શહેરમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા એ ડીવીઝન પોલીસે ઈસમને જુનાગઢ જેલહવાલે કર્યો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ હિન્દુભાઇ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા (ઉ.વ.૩૧) રહે મોરબી શનાળા બાયપાસ વાળા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીને મોકલતા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી એ ડીવીઝન પોલીસ ટીમે હિંદુ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવાને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટ બજવણી કરી મોકલવામાં આવ્યો છે