મોરબી માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચુંટણી નિષ્પક્ષ, પારદર્શી અને નિર્ભય વાતાવરણમાં યોજવા આવેદન

ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોએ કલેકટર, એસપી અને ચુંટણી અધિકારીને આવેદન પાઠવ્યું

 

 

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) મોરબીની સામાન્ય ચુંટણી નિષ્પક્ષ, પારદર્શી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તેવી માંગ સાથે ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવાર દ્વારા આજે જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા અને ચુંટણી અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું

 

ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોએ આજે કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરાને સાથે રાખીને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂટણી યોજાનાર છે મોરબી જીલ્લાના હજારો ખેડૂતો અને વેપારીઓની આર્થિક જીવાદોરી સમાન સંસ્થા છે જેની સામાન્ય ચુંટણી લોકશાહીના મુલ્યો અને નિયમો મુજબ સંપૂર્ણ રીતે ન્યાયી અને પારદર્શી રીતે યોજાય તે જરૂરી છે ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે આવેદનમાં જણાવ્યું છે કે તમામ મતદાન મથકો અને મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી યાર્ડના સત્તાધીશો દ્વારા ડર કે ધમકીનું વાતાવરણ ઉભું ના કરી સકે. મતદાન મથકો અને મત ગણતરી હોલ ખાતે વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી સતત નિરીક્ષણ કરવામાં આવે

 

બિન અધિકૃત વ્યક્તિઓ પર મતદાન મથક આસપાસ અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવે. તમામ મતદારો કોઇપણ જાતના ભય, પ્રલોભન કે દબાણ વગર સ્વતંત્ર રીતે પોતાનો કીમતી મત આપી સકે તેવી ભયમુક્ત વ્યવસ્થા ઉભી કરવામાં આવે. તેમજ સામાન્ય ચુંટણી મતદાન પ્રક્રિયામાં માર્કેટ યાર્ડના કર્મચારીઓને મતદાન પ્રક્રિયામાં સામેલ ન કરવા માંગ કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.