

મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાનાઓ તેમજ જાહેર અને રહેણાંક વિસ્તારોમાં ચાલતી નોનવેજ/ઈંડાની લારીઓ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો સીધો સવાલ છે કે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ તેની અસરકારક અમલવારી ક્યારે થશે?
આ અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા કતલખાનાઓ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી, છતાં ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માત્ર નોટિસ કે જાહેરનામું બહાર પાડવાથી નહીં, પરંતુ નિયમ મુજબ સ્થળ તપાસ, સીલિંગ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
મુખ્ય માંગણીઓ:
– અગાઉની નોટિસનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
– ગેરકાયદેસર કતલખાનાઓ સામે નિયમસર સીલિંગ કાર્યવાહી થાય.
– જાહેર રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, શાળા માર્ગો અને ધાર્મિક સ્થળોની આસપાસની ગેરકાયદેસર નોનવેજ/ઈંડાની લારીઓ સામે કાર્યવાહી થાય.
– હાલના જાહેરનામાની પારદર્શક અને કડક અમલવારી કરવામાં આવે.
અમારો વિરોધ કોઈ ધર્મ કે કાયદેસર વ્યવસાય વિરુદ્ધ નથી. અમારી માંગણી માત્ર એટલી છે કે મોરબી શહેરમાં કાયદો સૌ માટે સમાન રીતે લાગુ પડે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થાય.
મહાનગરપાલિકા સ્પષ્ટ કરે — જાહેરનામાની ખરેખર અમલવારી થશે કે ફરી એકવાર માત્ર કાગળ પર કાર્યવાહી થશે?
— સર્વે હિન્દુ સંગઠન
— વિશ્વ હિન્દુ પરિષદ
— બજરંગ દળ, મોરબી